તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 1st January 2025
ગુજરાત સ્ટેટ કો.ઓ.હા.ફા. કોર્પોરેશનના ચેરમેન ડો.ડી.પી. ચિખલીયાનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧: જુનાગઢ ત્રિમુર્તિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પીટલના સેવાભાવી અને ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમીટેડના ચેરમેન ડો. ડી. પી. ચિખલીયાનો આજે જન્મ દિવસ છે.
તા. ૧-૧-૯પ૧ના રોજ જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે ધર્મ પરાયણ ખેડુત પરિવારના પાંચાભાઇ વશરામભાઇ ચિખલીયા અને મણિબેનને ત્યાં જન્મ થયેલ.
અને જાણે બાળપણથી જ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું જોમ ધરાવતા ડો. દેવરાજ ચિખલીયાએ પોતાની મેડીકલ ક્ષેત્રે કારકીર્દી શરૂ કરી ૧૯૮૦માં તેઓ એમએસ (સર્જન) બન્યા અને સુવર્ણચંદ્ર વિજેતા થયા હતા.
તેઓ જુનાગઢમાં ત્રિમુર્તિ હોસ્પીટલ શરૂ કરી માનવ સેવા એ પ્રભુ સેવા સમજી આજે જુનાગઢની ખ્યાતનામ આ હોસ્પીટલમાં તમામ પ્રકારના નિષ્ણાંત ડોકટરો સેવા આપી રહ્યા છે અને અમદાવાદ રાજકોટ જેવા શહેરોમાં મળતી તબીબી સેવા જુનાગઢના આંગણે ઉપલબ્ધ કરી છે.
શ્રી ચિખલીયા ૧૯૯૧ થી ભાજપના સક્રીય સભ્ય છે અને અત્યાર સુધીમાં તેઓએ ૧૬ લાખથી વધુ નાની મોટી સર્જરી કરી રેકોર્ડ સર્જેલ છે. તાજેતરમાં ગત તા. ૮ ઓકટો.ના રોજ અમદાવાદમાં ડો. ડી. પી. ચિખલીયાનું કમરના મણકાઓની એક મેજર ઓપરેશન સ્તવ્ય હોસ્પીટલના ડો. ભરત દવે દ્વારા સફળતા પુર્વક કરવામાં આવ્યું હતું અને માત્ર દોઢ માસ જેટલો આરામ કરી તા. ૩ ડીસેમ્બરથી દર્દીઓની સેવામાં ડો. ચિખલીયા ફરી લાગી ગયા અને નિયમિત દર્દીઓની ઓપીડી પણ શરૂ કરી દીધી અને માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્ર જાણે ચરિતાર્થ કરી હોય તેમ દર્દીઓની સેવામાં રત થઇ ગયા આજે તેઓ ૭પમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો. નં. ૯૮રપર ૩૧૭૩૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
