તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
યુવા એડવોકેટ ભરતભાઇ પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા ધારાશાષાી ભરતકુમાર આર. પરમારનો આજે જન્મદિવસ છે. તેઓએ વર્ષ-ર૦૦૯થી જુનીયર એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૂઆત કરેલ છે. તેમજ તેઓ હાલ રાજકોટના યુવા એડવોકેટ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પણ એડવોકેટ તરીકે પ્રેકટીસ કરે છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉમરમાં ખુબજ લોકચાહના મેળવેલી છે. નાનપણથી ખુબજ મહેનતું અને સરળ સ્વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમીનલ, સીવીલ, કલેઇમ, મજુર કાયદા વગેરેને લગતા કેસો તથા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અને રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ખુબજ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે અને ખુબ જ ટુંકાગાળામાં રાજકોટના વકીલ વર્તુળમાં ભારે લોકચાહના મેળવેલી છે. તેઓ પોતાની પ્રતિભા દ્વારા અનેક લોકોને ન્યાય અપાવવામાં મદદરૂપ થયેલ છે. તદ્ઉપરાંત માત્ર વકીલાત જ નહીં પરંતુ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઇ સેવાકીય કામગીરી કરી પોતાની જ્ઞાતિમાં સારૂ એવું નામ ધરાવે છે. મો.૯૯૦૪૧ ૪૪૯૦૮.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
