<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ઉદ્યોગપતિ હસુભાઈ સૂચકનો આજે જન્‍મ દિવસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨:અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ અને ઉદ્યોગપતિ હસુભાઈ સૂચકનો આજે જન્‍મદિવસ છે. તેમની જીવનના તેઓ ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. સાવરકુંડલા ના નામાંકિત વેપારી સૂચક પરિવારના માં જન્‍મ લેનાર  હસુ ભાઈ સૂચક દરેક ક્ષેત્રે શૂન્‍ય માંથી સર્જન પામ્‍યા છે એક સામાન્‍ય નાનો ધંધો કરી આજે મોટા બિલ્‍ડર તરીકે નામના મેળવી છે તેમજ સાઉથ ના શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ખુબ જ સરસ કામગીરી કરી કોંગ્રેસ પક્ષને ચેતનવંતો  બનાવ્‍યો છે અને તેમની કુંન્‍હે આવડત થી સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ લક્ષી પરિણામ લાવવામાં સફળ થયા છે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના  ઉપપ્રમુખ તરીકે જોરદાર નિભાવે છે સત્‍યને માર્ગે  ચાલનારા શ્રી હસુભાઇ સૂચક તેમના જીવનમાં કયારેય ખોટું કર્યું નથી અને અને ખોટું કરવા દીધું નથી તદુઉપરાંત હસુભાઈ સૂચક અનેક સેવાકિય  સંસ્‍થાઓ સાથે તન મન અને ધન થી સેવાઓ બજાવે  છે હસુભાઈના જન્‍મ દિવસ નિમિત્તે તેમના સગા સંબંધી મિત્રો વર્તુળો રાજકીય  સામાજિક તમને જન્‍મદિવસની શુભેચ્‍છા આપવા  આતુર બન્‍યા છે તેમનો મોબાઈલ નંબર ૯૪ ૨૬૨ ૪૩ ૧૦૫ છે.

(11:58 AM IST)