<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

સોમનાથ પ્રભાસ-પાટણ પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.વી. પટેલનો આજે જન્‍મદિવસ

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા.૪: સોમનાથ-પ્રભાસ-પાટણના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ.વી.પટેલ નો આજે ૪ જાન્‍યુઆરી જન્‍મદિવસ. તારીખ ૪-૧-૧૯૮૩ ના રોજ અમદાવાદ પાસેના ધોળકા ગામે જન્‍મેલા તેઓ વર્ષ ૨૦૧૦માં ગુજરાત પોલીસ દળમાં જોડાયા છે.

અમદાવાદ એ. સી. બી. , વડોદરા, મોરબી, હળવદ, સોમનાથ મંદિર સુરક્ષા અને હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્‍ટેશન ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે કાર્યરત છે. અસરકારક નાકાબંધી, કડકાઈ સાથે લોકશાહી અભિગમ અને કોઠાસૂઝએ તેમની આગવી ઓળખ છે. સોમનાથ કાર્યકાળ દરમિયાન પ્રવાસીઓના ગુમ થયેલા મોબાઈલો પ્રવાસીઓને પરત અપાવ્‍યા અને કેટલાક સામે પોલીસ કેસ પણ દાખલ કરાયા. બાયપાસ ઉપર ડીઝલ ચોરીનો કેસ ઝડપી ગુનેગારોને પકડ્‍યા.

તેમના જન્‍મદિનને ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ મોબાઈલ નંબર. ૯૧૭૩૬ ૯૮૦૦૨ ઉપર થઈ રહ્યો છે.

(11:15 AM IST)