News of Saturday, 4th January 2025
લોધીકા તાલુકા શિવસેનાના ઉપપ્રમુખ અશોકભાઇ વસોયાનો આજે જન્મદિવસ

લોધીકા, તા., ૪ : લોધિકા તાલુકા શિવસેનાના ઉપપ્રમુખ અને સાથોસાથ સેવા પ્રવળત્તિમાં સદા અગ્રેસર અશોક ભાઈ વસોયાનો આજે જન્મદિવસ છે જીવન સફરના ૪૭ વર્ષ પૂર્ણ કરી આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.
લોધીકાના વતની અશોકભાઈ વશરામભાઈ વસોયા એ આ પંથકમાં સામાજિક અને સેવાકીય પ્રવળત્તિ થકી નામના મેળવેલ છે સાથોસાથ લોધીકામાં શિવસેનાની સ્થાપના બાદ સેવા પ્રવળત્તિ તેમજ કામ કરવાની તેમની ધગશને લઈ તેમને ઉપપ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે દરેક સમાજને સાથે રાખી લોકોના નાના-મોટા પ્રશ્નોમાં હંમેશા જાગળત પ્રહરીની ભૂમિકા ભજવે છે તેમજ જરૂર જણાય ત્યાં સાથે રહી લોકોના પ્રશ્નો ઉકેલવામાં આગળ રહે છે આ ઉપરાંત સેવા પ્રવળતિઓમાં તેવો આગળ પડતું સ્થાન ધરાવે છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમને મિત્રો તોહીઓ શુભેચ્છકો તરફથી મોબાઈલ નંબર ૯૮૭૯૬૭૫૩૮૮ ઉપર અભિનંદન વર્ષા થઈ રહેલ છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
