<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

એડવોકેટ નયન પજવાણીની વિકાસયાત્રા વેગમાં: કાલે બર્થ ડે

મેંદરડા જન્‍મભુમી, રાજકોટ કર્મભુમી

રાજકોટઃ રેવન્‍યુ ક્ષેત્રે સિધ્‍ધ અને પ્રસિધ્‍ધ રઘુવંશી એડવોકેટ શ્રી નયનભાઇ રમણીકભાઇ પજવાણી માટે આવતીકાલનો સુરજ વિશેષ યાદગાર દિવસ ઉગાડશે.તેમનો જન્‍મ તા. પ જાન્‍યુઆરી ૧૯૭૮ના દિવસે થયેલ. આવતીકાલે ૪૮ માં વર્ષને વહાલથી વધાવશે.

મૂળ જુનાગઢ પંથકના મેંદરડાના વતની નોટરી શ્રી નયન પજવાણી જુનાગઢના જાણીતા વેપારી શ્રી ગિરીશભાઇ રૂપારેલ પરીવારના જમાઇ છે. તેઓ રાજકોટ નાગરીક સહકારી બેંકના પેનલ એડવોકેટ છે. વિશ્વ હિન્‍દુ પરીષદ પ્રેરીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમીતીમાં બે વખત ઉપાધ્‍યક્ષ તરીકે રહી ચુકયા છે. તેઓ માને છે કે વરસાદ જેવા મારા શુભેચ્‍છકો અને માટી જેવો હું, વરસતા રહે તેઓ અને મહેકતો રહું હું....મો. ૯૮ર૪પ ૯પ૦૧૧. રાજકોટ.

(3:25 PM IST)