તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th January 2025
ટી બોર્ડ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને શહેર ભાજપ અગ્રણી દિનેશ કારીયાનો જન્મ દિવસ

રાજકોટઃ શિશુકાળથી રાષ્ટ્રવાદના રંગે રંગાઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આત્મસાત કરનાર દિનેશભાઇ કારીયા ૧૯૯૦ થી પાર્ટીમાં એક અદના કાર્યકર્તા તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે. આજે તેમનો જન્મદિવસ છે. વેપારમાં પણ સારી નામના પ્રાપ્ત કરનાર એક બીઝનેશમેન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેઓ રાજકોટ શહેર ભાજપના કોષાધ્યક્ષ, મંત્રી, ઉપપ્રમુખ તેમજ છેલ્લા વીસ વર્ષ થયા રાજકોટના અનેક વોર્ડમાં પ્રભારી તરીકે જવાબદારી નિભાવી ચુકેલ છે. તથા ગુજરાત રાજયમાં અન્નય આયોગના ડીરેકટર તરીકે ર૦૧૭ થી ર૦ર૦ સુધી જવાબદારી સુપેરે નિભાવેલ છે. તેમજ વેસ્ટર્ન રેલ્વે, રાજકોટ ડીવીઝનમાં ર૦૦૬ થી ર૦૧૮ સુધીડીઆરયુસીસી મેમ્બર તરીકે જવાબદારી નિભાવી ચુકેલ છે અને ર૦૧૮ થી ર૦ર૩ સુધી વેસ્ટર્ન રેલ્વેમાં ઝેડઆરયુસીસી મેમ્બર તરીકે સેવા આપી ચુકેલ છે. હાલ ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મીનીસ્ટ્રીમાં આવતી સંસ્થા ટી બોર્ડ ઓફ ઇન્ડીયાના મેમ્બર તરીકે સેવા આપી રહેલ છે.
આ ઉપરાંત ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનમાં ર૦૧૮ થી ર૦ર૪ સુધી એટલે કે છ વર્ષ સુધી પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુકેલ છે. ત્રણ વખત ગુજરાત ટીના પ્રમુખ તરીકે બીરૂદ પણ પ્રાપ્ત થયેલ છેહાલમાં ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રી ટ્રેડર્સના એકઝીકયુટીવ મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ૩૮ વર્ષથી ચાના વેપાર સાથે જોડાયેલ છે. તેમની પોતાની પણ કંપની શ્રી વલ્લભ ટી પ્રા.લી. બ્લેક ગોલ્ડ ટીના નામે ચાના બીઝનેશન કરી રહ્યા છે. ટુકાગાળામાં બ્લેક ગોલ્ડ ટીની પણ ખુબ મોટી નામના તેમના નેજા હેઠળ પ્રાપ્ત થયેલ છે. આજે બીઝનેશ તેમના બંને પુત્રો ધવલ કારીયા અને મીત કારીયા સંભાળી રહેલા છે. આજે તેઓને પ૬ વર્ષ પૂર્ણ કરી પ૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે રાજયના પૂર્વ મંખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા, કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદ સભ્ય પરસોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, રમેશભાઇ રૂપાપરા, ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઇ ભારદ્વાજ, શહેરી ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનાએ મો. ૯૬ર૪૦ ૩પ૯૩પ ઉપર શુભેચ્છા પાઠવેલ છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
