<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ઓલ ઇન્‍ડીયા મેમણ જમાત ફેડ.ના સેક્રેટરી અસ્‍લમભાઇ બાવાણીનો જન્‍મદિન

રાજકોટઃ આજે તા. ૭ ના રોજ અસ્‍લમભાઇ બાવાણી ઝોનલ સેક્રેટરીનો જન્‍મદિવસ છે. અસ્‍લમભાઇ છેલ્લા આઠ વર્ષથી આ કાર્ય કરી રહયા છે. જેમાં મેમણ ગરીબ કુટુંબને નવા મકાન માટેની સહાય તથા મકાન રીપેરીંગ માટેની સહાય તથા મેડીકલ સહાય મેમણ પરીવારોને એઆઇજીએફના માધ્‍યમથી સહાય અપાવી રહયા છે. વૃધ્‍ધાશ્રમ માટે પણ સહાય અપાવી આપેલ છે. તથા સર્વજ્ઞાતિ માટે ઇ-કેવાયસીના અનેક કેમ્‍પ યોજી લોક કલ્‍યાણ કારી કાર્ય કરી રહયા છે.અસ્‍લમભાઇ બાવાણી અબ્‍દુલ ગફારભાઇ બાવાણીના પુત્ર છે. જેમ તેમના પિતા લોકલ્‍યાણ કાર્ય માટે જાણીતા હતા.

(2:34 PM IST)