News of Thursday, 9th January 2025
ડો.પ્રતિક ખંધેડીયાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૯: રાજકોટ શહેરની સર્વપ્રથમ અને એક માત્ર હોમિયોપેથીક હોસ્પિટલ અક્સીર હોસ્પિટલના સ્થાપક અને સંચાલક સુપ્રસિધ્ધ તબીબ ડો.પ્રતીક ખંધેડીયાનો આજે તા.૯ જાન્યુઆરીએ જન્મદિવસ છે. તેઓ અસાધ્ય રોગોનું હોમિયોપેથીના માધ્યમથી સચોટ અને જડમુળથી નિદાન અને ઇલાજ કરવા જાણીતા છે. અગાઉ વિવિધ હોમિયોપેથીક કોલેજમાં ૧૮ વર્ષ લેક્ચરર તરીકે સેવા આપી ચુકયા છે, હાલ તેઓ અક્સીર હોસ્પિટલમાં હેનેમેનીયન હોમિયોપેથી એકેડેમી ચલાવે છે અને ત્યાં આગળ તબીબી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. ભાજપ ડોકટર સેલના મેમ્બર એવા ડો.પ્રતિક ખંધેડીયાના જન્મદિવસે તેમનો (મો.નં.૯૨૨૮૪ ૦૯૭૪૭) ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
