<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

રાજકોટ જીલ્લા ભાજપના પુર્વ મહામંત્રી મુકેશભાઈ મકવાણાનો જન્‍મદિન

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ, તા. ૧૦: જસદણ વીંછિયા પંથકમાં સામાજિક કાર્યમાં મોખરે રહી પોતાનું વ્‍યક્‍તિત્‍વ શોભાવતા મુકેશભાઈ મકવાણાના આજના જન્‍મદિન પ્રસંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહિતનાં આગેવાનોએ અભિનંદન પાઠવ્‍યા હતા. ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર મુકેશભાઈ આજે પોતાની જીવનયાત્રાના ૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. મુકેશભાઈએ ભુતકાળમાં રાજકોટ જીલ્લા યુવા ભાજપના મહામંત્રી તરીકે જબરજસ્‍ત સેવા આપી હતી તેમની નોંઘ પણ પક્ષના મોવડીઓ દ્વારા લેવામાં આવી હતી તેમનાં આજના જન્‍મદિન અવસરે રાજયનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા જસદણ વીંછિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિતનાં લોકોએ આજે તેમને અભિનંદન પાઠવ્‍યા હતાં.

(10:36 AM IST)