News of Friday, 10th January 2025
પ્લેબેક સીંગર યેસુદાસનો જન્મદિન

(મહમદ રાઠોડ દ્વાર) વાંકાનેર તા. ૧૦ :.. ૧૯૪૦ માં જન્મેલા પ્લેબેક સીંગર યેસુદાસનો આજે ૮૬મો જન્મ દિવસ છે. પદ્મશ્રી - પદ્મભુષણ અને પદ્મ વિભૂષણ જેવા ઇલ્કાબો દ્વારા ભારત સરકારે જેને નવાજયા છે એ ગાયક યેસુદાસે તેની કારકીર્દીમાં હિન્દી, મલયાલમ, તમિલ, કન્નડ, તેલુગુ, તુલુ, ઓડિયા, બંગાળી, મરાઠી, અંગ્રેજી, અરબી, લેટીન અને રશીયન ભાષા સહિત આશરે પ૦ હજાર થી વધુ ગીતો ગાયા છે. તેઓ ગાયક ઉપરાંત સંગીતકાર પણ છે. તેઓના શ્રેષ્ઠ હિન્દી ફિલ્મોના ગીતોમાં કયુ ગીત ટોપટેનમાં સમાવેશ કરી શકય ? ‘તુઝે દેખકર જગવાલે પર યકીં નહી કયુ કર હોતા, જીસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા' આ ગીત સૌથી શ્રેષ્ઠ એટલા માટે બને છે કારણ કે આમા સૃષ્ટિના સર્જનહારની પ્રશંસા દાખલો આપીને કરાઇ છે. યેસુદાસનો ગંભીર સ્વર આ ગીતને શ્રેષ્ઠત્તમ બનાવે છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
