તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
લોધિકા તાલુકા ભાજપ અગ્રણી મયુરસિંહ જાડેજાનો જન્મ દિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૧૧: લોધિકા તાલુકાના રાતૈયા ગામના ભાજપના સક્રિય કાર્યકર લોધીકા તાલુકા ક્ષત્રિય રાજપુત સમાજ ના અગ્રણી સમાજ સેવક માં આશાપુરા ના પરમ ભક્ત મયુર સિંહ જાડેજા નો આજે જન્મદિવસ છે.
તેમજ આજે મયુરસિંહ જાડેજા ને તેમના જન્મ દિવસ ની ભેટ સ્વરૂપે તેમના ધર્મપત્ની શ્રીમતી અલ્પાબા મયુરસિંહ જાડેજા તરફથી એક જ મહિનામાં પોતાના હસ્તે લખેલ શ્રી રામચરિત માનસ લેખન પુસ્તિકા ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે તે એક ક્ષત્રિય સમાજના ધર્મ પ્રેમી ‘નારીતુ નારાયણી' નું ઉદાહરણ પુરૂ પાડેલ છે તે કહેવું ઉચિત લાગે છે.
તેમજ મયુરસિંહ ને મિત્ર સર્કલ સગા સ્નેહીઓ સમાજના શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો તરફથી જન્મ દિવસ ની શુભેચ્છાઓ મળી રહેલ છે મોઃ ૯૮૨૪૯ ૯૦૯૯૯.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
