તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 11th January 2025
જુનાગઢ યુવા ભાજપના ઉપપ્રમુખ રવિ રૈયાણીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૧ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના નેજા હેઠળ કાર્યરત અને વિવિધ સેવાકાર્યો માટે તત્પર રહેતી શ્રી ખોડલધામ યુવા સમિતિના સહકન્વીનર અને ખુબજ નાની વયે રાજકીય ક્ષેત્રમાં જંપલાવનાર જૂનાગઢ મહાનગર યુવા ભાજપના ઉપપ્રમુખ રવિ રૈયાણીનો જન્મદિવસ છે. તાજેતરમાં ખોડલધામ યુવા સમિતી દ્વારા જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં સૂતેલા જરૂરિયાતમંદ ૨૦૦ થી વધારે લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત કોલેજકાળમાં આધાર ફાઉન્ડેશનની સ્થાપના કરી તેના માધ્યમથી રક્તદાન કેમ્પ, શૈક્ષણિક કીટ વિતરણ જેવા સેવાકાર્યો કરતા આવ્યા છે. તેમના જન્મદિન નિમિત્તે રાજકિય અને સામાજિક આગેવાનો તેમના મોબાઇલ ઉપર ૮૮૬૬૫ ૫૬૫૯૨ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
