તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ભાજપ વોર્ડનં.૭ પુર્વ પ્રમુખ, જૈન અગ્રણી રમેશ દોમડીયાનો કાલે જન્મદિન

રાજકોટઃ બી.જે.પી. વોર્ડ નં ૭ નાં પૂર્વપ્રમુખ તથા જૈન અગ્રણી રમેશભાઈ દોમડીયા નો રવિવાર તા. ૧૪/૧/ર૫, મકરસંક્રાંતીનાં જન્મદિવસ છે. બાળ અદાલતના બોર્ડ મેમ્બર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. રાજકોટ નાગરીક સહકારી બેંકમાં ૩૬ વર્ષ સુધી પોતાની સેવાઓ આપેલ અને મેનેજર પદે રીટાયર્ડ થયેલા. મહાવીર નગર ઉપાશ્રયમાં ટ્રસ્ટી, સ્વામી વિવેકાનંદ કમિટિમાં ગુજરાત નાં મંત્રી, કોઠારીયા નાકા મિત્ર મંડળમાં ઉપપ્રમુખ, બાલાજી મંદીર રાજકોટમાં ટ્રસ્ટી, સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજનાં મંડળમાં મુખ્ય સયોંજક, જે.કે.એમ. કર્મચારી મંડળ યુનિયન નાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં રંગે રંગાઈને રાજકોટ મહાનજશ્રીની ની પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઈન-કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, જીવદયા ગ્રુપ-રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ-દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ - રર વ્હાલુડી અનાથ દીકરીઓમાં પણ પોતાની સેવાઓ આપેલ છે. રાજકોટ જીવદયા ગ્રુપ દવારા માં અમૃતમ કાર્ડ નાં ૪ કેમ્પમાં સેવા આપેલ. મો.નં. ૯૯ર૪ર૭૦૬ર૯ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
