<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

સી.એમ.ઓફીસના ખાસ ફરજ પરના અધિકારી ડી.કે. પારેખનો જન્‍મદિન

 

રાજકોટ : મુખ્‍યમંત્રી કાર્યાલયના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી.કે. પારેખનો જન્‍મ ૧૯૬૪ના વર્ષની ૧૩ જાન્‍યુઆરીએ થયેલ આજે ૬૨માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ મુળ કચ્‍છના વતની અને ૨૦૦૯ની બેંચના આઇ.એ. એસ કેડરના અધિકારી (નિવૃત) છે.શ્રી ડી.કે. પારેખ ભૂતકાળના જામનગરમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર, પોરબંદરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વેરાવળ-સોમનાથમાં પ્રાંત અધિકારી, જુનાગઢ મહાનગરપાલિકામાં ચીફ ઓફીસર, ગુજરાત રક્ષા શકિત યુનિવર્સિટીમાં કુલપતિ, રાજયમાં રોજગાર અને તાલીમ નિયામક, સુરત અને પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝમાં મેનેજીંગ ડીરેકટર ભાવનગરમાં જિલ્લા કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન નં.૦૭૯ ૨૩૨૫૦૦૮૯ મો.૯૯૭૮૪ ૦૪૫૫૨ ગાંધીનગર.

(5:03 PM IST)