<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

સરલાખાજીરાજ મરચન્‍ટ એસોસીએશનના પ્રમુખ મહેશભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ જૈન શ્રેષ્‍ઠી, કુમારિકા શો રૂમના સંચાલક અને બિલ્‍ડર મહેશભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ છે. તેઓ લાખાજીરાજ મરચન્‍ટ એસોસીએશનના છેલ્લા ૧૯ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. રાજકોટ શહેર ગ્રાહક સુરક્ષા મંડળ, ફેમીલી પ્‍લાનીંગ એસોસીએશન ઓફ ઇન્‍ડીયા, રાજકોટ જેસીઝ, જૈન જાગૃતિ સેન્‍ટર, જેસીઝ ઝોન કાઉન્‍સીલર, શ્રધ્‍ધા સોસાયટી, કોમ્‍પયુટ શોર્ટહેન્‍ડ ઇન્‍સ્‍ટીટયુટ એસોસીએશન વિ. વિવિધ સંસ્‍થાઓમાં પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર- પરીક્ષા સમીતી, રાજકોટ ગ્રેટર ચેમ્‍બરમાં ડીરેકટર, સહજાનંદ ગૌશાળાના ટ્રસ્‍ટી તરીકે સેવા આપી રહેલ છે. પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી જૈન સમાજ વિ.તરફથી અભીનંદન વર્ષા થઇ રહેલ છે. (મો.૯૮ર૪ર ૪૪પપ૦) તેઓ ગૌમાતાનો ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનને દુધ, ગરીબ બાળકોને ફ્રુટ-બીસ્‍કીટ વિ. સેવાકાર્યો જન્‍મદીનની ઉજવણી કરશે.

(3:52 PM IST)