<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : બ્રાહ્મણ કુટુંબમાં જન્‍મેલા, બરડાઇ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના પૂર્વ ટ્રસ્‍ટી અને સામાજિક આગેવાન સિનિયર એડવોકેટ હિંમતભાઇ લાબડીયાનો આજે ૭૨ મો જન્‍મદિવસ છે.

દર વર્ષે સ્‍વામી વિવેકાનંદજીના જન્‍મદિવસ યુવા દિન નિમિતે વિવિધ કોલેજોમાં અભ્‍યાસ કરતા યુવા વિધાર્થી ભાઈબહેનોને સામેલ કરી યુવા સંસદ યોજતી રાજકોટની જાણીતી સંસ્‍થા યુથ ફોર ડેમોક્રેસી, વિધાર્થીઓ અને વાલીઓને મુંઝવતા શૈક્ષણીક પ્રશ્નોના ઉકેલ માટે  સંસ્‍થા રાજકોટ શહેર જીલ્લા વાલી મહામંડળ તેમજ સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદ રાજકોટ શાખાના તેઓ પ્રમુખ છે. ગ્રાહકોના હકક અને અધિકારો માટે કાર્યરત સંસ્‍થા રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના તેઓ ચીફ કોઓર્ડીનેટર છે.

હાલમાં તેઓ પર્યાવરણના રક્ષણ માટે તેમજ અન્ન, પાણી અને વાણીનો ઉપયોગ યોગ્‍ય દિશામાં અને યોગ્‍ય હેતુ માટે કરવામાં આવે તે માટે લોક જાગળતિ અભિયાન ચલાવી રહ્યા છે.મો. નં. ૯૯૭૮૮ ૧૮પ૯ર.

(11:22 AM IST)