News of Monday, 20th January 2025
નિવૃત આઇ.એ.એસ. અધિકારી વસંતભાઇ ગઢવીનો જન્મદિન
રાજકોટ, સુરત, અમદાવાદના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાતના આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી વસંતભાઇ ગઢવીનો જન્મ તા. ર૦ જાન્યુઆરીના ૧૯પ૩ના દિવસે થયેલ. આજે ૭૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.કોમ.ની પદવી ધરાવે છે. તેઓ હાલ અદાણી ગ્રુપની સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા બદાણી ફાઉન્ડેશનમાં વહીવટી નિયામક તરીકે સેવા નોંધપાત્ર છે લેખન અને વ્યાખ્યાન ક્ષેત્રે પણ સક્રિય છે.
શ્રી વી. એમ. ગઢવી અગાઉ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ, સુરત અને અમદાવાદ જિલ્લા કલેકટર, રાજયના માહિતી નિયામક મનોરંજન કર કમિશનર સહકાર સચિવ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીમાં અધિક મુખ્ય વહીવટી અધિકારી, નાણા નિગમના મેનેજીંગ ડીરેકટર, ખનીજ વિકાસ નિગમ મેનેજીંગ ડીરેકટર, પાણી પુરવઠા વિભાગના સચિવ પાણી પુરવઠા બોર્ડના ચેરમેન મહેસુલ વિભાગમાં અગ્રસચિવ, મુખ્ય માહિતી અધિકાર કમિશ્નર વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. મો. 9099991063 મો. ૯૯૭૮૪ ૦૬૧૩૦ અમદાવાદ
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
