<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના હાઉસિંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિ ચેરમેન અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન એન. રામાણીનો આજે જન્‍મદિવસ છે. તેમનો જન્‍મ તા.૨૦-જાન્‍યુઆરી-૧૯૮૧ના રોજ ગોંડલ તાલુકાના નાના મહીકા ગામે થયો હતો. ૪૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ નાની ઉમરમાં સેવા અને સંગઠન થકી અનેરી સિધ્‍ધિઓ મેળવી છે.

તેઓ સર્વશક્‍તિ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે કાર્યરત, ખોડિયાર ગરબી મંડળમાં ટ્રસ્‍ટી તરીકે કાર્યરત, વિશ્વેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી સહિત વિવિધ સામાજીક સંસ્‍થાઓ કાર્યરત છે. તેમના જન્‍મદિવસ નિમિતે રાજકીય, સામાજીક તથા પરિવારજનો વિવિધ સંસ્‍થાઓ તેમજ મિત્રો દ્વારા તેમના મો. ૯૮૭૯૦ ૭૭૦૬૨ ઉપર શુભેચ્‍છા પાઠવી રહયા છે

(4:43 PM IST)