<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

કલેઇમ પ્રેકટીશનર્સ શ્‍યામભાઇ ગોહિલનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ર૦: સુરેન્‍દ્રનગર જીલ્લાના ચુડામાં ૨૦-૧-૧૯૮૦ ના રોજ જન્‍મેલ શ્‍યામ જે. ગોહિલનો આજે ૪૫ મો જન્‍મ દીવસ છે. સુરેન્‍દ્રનગર જીલ્લાના અલગ અલગ તાલુકામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી ચૂકેલા  જે.જે.ગોહિલના પુત્ર શ્‍યામ જે. ગોહિલ વર્ષ ૨૦૦૦માં સુરેન્‍દ્રનગરમાં એડવોકેટ એસ.કે.મલેક સાથે પ્રેકટીશની શરૂઆત કરી હતી અને ત્‍યાર બાદ ચોટીલાના સીનીયર ધારાશાષાી એન.એ.ખાચર સાથે ટુંકા સમયની પ્રેકટીશ કરી હતી. ત્‍યાર બાદ પીતા ૨૦૦૨ ના રીટાયર્ડ થતા તેઓ રાજકોટમાં સ્‍થાયી થતા ૨૦૦૨માં આર.કે.પટેલ એડવોકેટ સાથે પ્રેકટીશ કરેલ અને ત્‍યાર બાદ તેઓએ ૨૦૦૬ માં પોતાની સ્‍વતંત્ર પ્રેકટીશ શરૂ કરેલ અને ત્‍યાર બાદ અત્‍યાર સુધીમાં તેઓએ ખુબ પ્રગતી કરી કલેઈમક્ષેત્રમાં ઘણાજ કેસોનો નીકાલ કર્યો છે. લોક અદાલતમાં કુલ ૭૦ કેસોનો નીકાલ લાવી તેમના અસીલોને રૂા.૪ કરોડનુ જંગી વળતર અપાવી કલેઈમમાં ખુબજ નામના મેળવી છે. એડવોકેટ  શ્‍યામ જે. ગોહિલને તેમના જન્‍મ દીવસે તેમના મિત્રો અને સબંધીઓ મો.નં. ૯૯૨૪૪૬૨૦૪૦ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે

(5:05 PM IST)