તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
સમાજ સેવા સંગઠક યશવંત જનાણીનો જન્મદિવસ :૮૨માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ આજે સમાજ સેવા સંગઠન યશવંત જનાણીનો જન્મદિવસ છે. સદાબહાર યુવાનેતા તરીકે સાથી કાર્યકર્તાઓ અને શુભેચ્છક વર્તુળમાં સ્થાન ધરાવતા આ પાયાના કાર્યકર ૮૧ વર્ષ પુરા કરી ૮૨માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ તા.૨૧-૧-૧૯૪૪નાં રોજ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ઉંટવડ ગામે મામાના ઘરે જન્મયા હતા.
બાળપણથી જ તેઓને સેવાકીય પ્રવૃતિમાં અને ચાલીને કામ કરવામાં રસના હિસાબે તેઓ ૮૧ વર્ષ સુધીમાં ૪ લાખ કિલોમીટર ચાલ્યા હશે. તેઓએ બિનરાજકીય રીતે સૌરાષ્ટ્ર વિદ્યાર્થી સંઘની સ્થાપના કરી સૌરાષ્ટ્રમાં- ગુજરાતમાં નવા નેતૃત્વના નિર્માણ માટે અથાગ પ્રયત્ન કરેલ. તેઓ સામાજિક સાંસ્કૃતિક ક્રાંતિમાં માનતા. જેના કારણે લોકનાયક જયપ્રકાશ નારાયણનાં અનન્ય પ્રશંસક બની રહ્યાં.
તેઓએ ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનમાં અને ૧૯૮૫નાં બિન અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા બજાવી આંદોલનને દિશા સુચન-વેગ આપવા અને સફળ બનાવવા પ્રયત્ન કરેલ. નવનિર્માણ આંદોલનમાં અન્ય મીસા અગ્રણીઓ સાથે ૧૫ દિવસ રાજકોટની સેન્ટ્રલ જેલમાં રહી આવેલ અને તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના રાજીનામાં પછી તેમનો છુટકારો થયેલ.
તેઓ સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજ-ગુજરાત સ્ટેટ યુથ કાઉન્સિલ, સૌરાષ્ટ્ર યુવક સંઘ, રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ઇન્સ્ટીટયુટ ઓફ પોલીટીકલ સાયન્સ, રાજકોટ જીલ્લા યુવક સંઘ-અપંગ માનવ મંડળ, રાજકોટ સીટી યુથ કાઉન્સિલ જેવી સંસ્થાઓના સ્થાપક તથા મુખ્ય હોદેદાર રહ્યા છે. તેઓએ લોકશાહી મુલ્યોની રક્ષા માટે ડેમોક્રેટિક એકસન ગ્રુપની રચના કરેલ છે.
તેઓ ઇન્ડિયન એડલ્ટ એજ્યુકેશન અને ઇન્ડિયન સોસાયટી ફોર કોમ્યુનીટી એજ્યુકેશન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. તેમના માધ્યમ દ્વારા અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લીધેલ છે તથા બ્રિટન કેન્યા થાઇલેન્ડ મલેશિયા સિંગાપુર જેવા દેશોનો પ્રવાસ કરેલ છે. (મો.૦૨૮૧-૨૫૬૩૫૨૭)
આ તકે સર્વશ્રી ભાવેશ આચાર્ય, એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, પ્રકાશ મોરી વગેરે એ યશવંતભાઇને શુભેચ્છા પાઠવી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
