<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનિષ ચાંગેલાનો કાલે જન્‍મદિવસ

રાજકોટ પોતાની આગવી કોઠાસૂઝ, ધૈર્ય અને કટીબધ્‍ધતા તેમજ પાટીદાર સમાજના વડીલો અને ભાજપના વરિષ્ઠ નેતળત્‍વના માર્ગદર્શન હેઠળ સંગઠનની  કુનેહ સિધ્‍ધહસ્‍ત કરનારા રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી, શ્રી મનિષભાઈ ચાંગેલા ૨૫મી જાન્‍યુઆરીના રોજ પ૬ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્‍મ તારીખઃ ૨૫/૦૧/૧૯૭૦) યુવાવસ્‍થામાં ડગ માંડવાની સાથોસાથ પાટીદાર સમાજના ઉત્‍કર્ષ માટે સતત નેતળત્‍વની રાહ પર ચાલવા માટે સંકલ્‍પ કરનારા મનિષભાઈ ચાંગેલા એ સાડા ત્રણ દાયકાની સમાજ અને જાહેરજીવનમાં આપેલી સમર્પિત સેવાને કારણે આજે તેઓ સમગ્ર પાટીદાર સમાજ અને ભારતીય જનતા પક્ષ વચ્‍ચેની અતૂટ ધરી બની ચુકયા છે.

ભાજપ સંગઠનમાં વિભિન્ન ઉત્તરદાયિત્‍વને તેમણે સફળતાથી સંભાળ્‍યા છે. રાજકોટ જીલ્લા ભાજપના મીડિયા ઇન્‍ચાર્જ, ધોરાજી- ઉપલેટા બેઠકના ચૂંટણી ના ઇન્‍ચાર્જ, ઉપલેટા- શહેર તાલુકાના પ્રભારી, ધોરાજી- ઉપલેટા ધારાસભા મતવિસ્‍તારમાં સંગઠનાત્‍મક જવાબદારી, રાજકોટ જીલ્લા ભાજપના કોષાધ્‍યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા સેલના સદસ્‍ય, જસદણ- વિછીયા અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકની પેટા- ચૂંટણીમાં સમર્પિત સક્રિયતા સાથે તેમણે કરેલી કામગીરીની નોંધ ભાજપના મોવડીમંડળે હમેશા લીધી છે. અત્‍યારે તેઓ રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી તરીકે ભાજપના સંગઠનને ગ્રામ્‍ય સ્‍તર સુધી મજબુત કરવાની દ્રષ્ટિ સાથે કાર્ય કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્‍યમંત્રી હતા, ત્‍યારે યોજેલી ‘‘સ્‍વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા'' ની સફળતામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્‍યું હતું.

્રૂ સમગ્ર રાજ્‍યના પાટીદારો સંગઠિત થાય તથા અન્‍ય સમાજ સાથે ભાતળભાવ સાથે આગળ વધતા રહે તે માટે તેઓ સમગ્ર રાજ્‍યમાં પ્રવાસ ખેડતા રહે છે અને રાજ્‍યના વિવિધ પાટીદાર સંગઠનો સાથે પણ સક્રિયતાથી જોડાયેલા રહે છે. અમદાવાદમાં રૂા. ૧૫૦૦ કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન દ્વારા નિર્માણ થનારા સમાજ

સંકુલની કામગીરી અને ઉમિયાધામ- ઉંઝા સંચાલીત અમદાવાદ ઉમિયા કેમ્‍પસ સોલા ખાતેના રૂા. ૩૫૨ કરોડના વિકાસ પ્રોજેકટમાં તેમનું સક્રિય યોગદાન રહ્યું છે. તે જ રીતે ઊંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્‍થાનના કારોબારી સદસ્‍ય,ઉપરાંત ઉમિયાધામ સિદસર તથા ગાંઠીલા ખાતે પણ સેવાઓ આપી ચુકયા છે, જયારે અમદાવાદ માં આવેલ ૯૦ વર્ષ જૂના કે.પી. વિદ્યાર્થી ભવનમાં સૌરાષ્‍ટ્ર માંથી એકમાત્ર ટ્રસ્‍ટી તરીકે સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત અમદાવાદ ખાતે આવેલ સરદાર ધામમાં પણ પોતાની સેવાઓ આપી રહયા છે. મનિષભાઇ ચાંગેલાને જન્‍મ દિવસની પૂર્વ સંધ્‍યાએથી જ તેમને  ૯૮રપર ૯પ૧૩૩, ૯૭૧૨૯ ૯૫૧૩૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(4:10 PM IST)