<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

હરિવંદના કોલેજના યુવા કેમ્‍પસ ડિરેક્‍ટર ડો.સર્વેશ્વર ચૌહાણનો જન્‍મદિવસ

રાજકોટઃ હરિવંદના કોલેજના યુવા કેમ્‍પસ ડિરેક્‍ટર  ડો. સર્વેશ્વરભાઈ ચૌહાણે આજે તેના પ્રગતિશીલ જીવનના ૩૫ વર્ષ પૂર્ણ કરીને ૩૬માં યશસ્‍વી વર્ષમા ં પ્રવેશી રહ્યા છે ત્‍યારે હરીવંદના કોલેજ પરીવારે શુભેચ્‍છા પાઠવી છે.હંમેશા એક્‍ટિવ રહેવું, નવી નવી પ્રવળત્તિઓ કરતુ રહેવું અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને હંમેશા પ્રેરણા આપતા  રહેવું એ હંમેશા ડો. સર્વેશ્‍વર ચૌહાણનો  સ્‍વભાવ રહ્યો છે. સામાન્‍ય વ્‍યક્‍તિત્‍વ કે જેમને સ્‍ટાફ કે વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે મળી શકે છે. શૈક્ષણીક સિદ્ધિઓની સાથે જ તેઓ યુવા ભાજપમાં મંત્રી તરીકે ફરજ બજાવી ચૂકયા છે આ સાથે જ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પણ ગવર્મેન્‍ટ નોમીની સેનેટ તરીકે સેવા આપી ચૂકયા છે. સાંસ્‍કળતિક કાર્યક્રમો હોય કે અભ્‍યાસલક્ષી કાર્યક્રમો, પ્‍લેસમેન્‍ટ હોય કે પરમાર્થ, સર્વેશ્વરભાઈ હંમેશા કાર્યરત રહે છે. તેઓ શૈક્ષણિક સંસ્‍થા સાથે આ સંસ્‍થા દ્વારા જ સમાજસેવા પણ થતી રહે તેની ખાસ તકેદારી રાખે છે. સર્વેશ્વરભાઈ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.(૩૮.૧૭)

(3:20 PM IST)