<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

આજે જુનાગઢના ઇતિહાસકાર ડો.પ્રદ્યુમનભાઇ ખાચરનો જન્મદિન

 

જુનાગઢ- પ્રભાસ-પાટણ તા.૬: સોૈરાષ્ટ્ર- સોરઠ- જુનાગઢ ગીરનારના ઇતિહાસકાર ડો.પ્રદ્યુમનભાઇ ખાચરનો આજે તા.૬ ફેબ્રુઆરીએ જન્મદિવસ છે. તા.૬-૨-૧૯૬૯ના રોજ ચોટીલા તાલુકાના સણોસરા ગામે જન્મેલા એવા તેઓએ પ્રાથમિક શિક્ષણ બગસરામાં લીધુ હતું.

ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ ખાતે પણ અભ્યાસ કર્યો અને ૨૦૦૬માં પી.એચ.ડી. થયા હતા. ૧૯૯૨થી જુનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજ ખાતે ઇતિહાસ વિભાગમાં કાર્યરત છે. તેમણે ઇતિહાસ વિષયના ૩૩ પુસ્તકો અને ૧૫૦ થી પણ વધુ સુધારેલા લેખો અને વિવિધ અખબારોમાં નિયમીત કોલમ લખતા રહેલ છે.

ગિરનારનો ઇતિહાસ, ઇતિહાસ તસ્વીરોમાં જુનાગઢ, સોૈરાષ્ટ્રનો ગોૈરવવંતો ઇતિહાસ, કાઠીયાવાડ સર્વસંગ્રહ, સ્વામિનારાયણ સંપ્રદાય સંબંધિત પુસ્તક, કાઠીયાવાડની રસધાર, કાઠીયાવાડ રાજવીઓ, સોરઠ અને બરડા પ્રદેશનો ઇતિહાસ સમગ્ર કાઠીયાવાડ યાત્રા કરી સંશોધન લેખન કર્યુ છે.

તેઓના જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ (મો.૯૮૭૯૪ ૨૧૦૨૫) ઉપર થઇ રહયો છે.

(1:43 PM IST)