તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
જેસીઆઈ જુનાગઢના ડાયરેક્ટર કિશોર ચોટલીયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૮, કિશોર ચોટલીયા કે જેઓ જેસીઆઈ જુનાગઢના ડાયરેક્ટર તેમજ અનેક સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવળત્તિથી જોડાયેલા છે તેઓ મહામંત્રી મહાગુજરાત વાલી મંડળ જુનાગઢ, એડવાઈઝર જુનાગઢ ક્લોથ એન્ડ રેડીમેન્ટ એસોસિએશન,
ટ્રસ્ટી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ, ટ્રસ્ટી અને ખજાનચી શ્યામ વિદ્યાલય, કડિયા કુંભાર કન્યા છાત્રાલય, કારોબારી સભ્ય અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા, સભ્ય જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ છાત્રાલય સંઘ જુનાગઢ, જુનાગઢ શહેર ભાજપ પૂર્વ પ્રવક્તા ,પૂર્વ મંત્રી ( બે ટ્રમ). સદસ્ય ટાઉન વેડિંગ કમિટી જુનાગઢ, કન્વીનર શ્રી શ્યામ મહિલા મંડળ જૂનાગઢ,
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, શ્રી સ્વામિનારાયણ મંદિર, સતાધાર આપાગીગા ની જગ્યા, સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ જેવી સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના કોઈપણ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમમાં સેવામાં સક્રિય એવા કિશોરભાઈ ચોટલીયા ને તેઓના તા. ૯ રવિવાર ના રોજ જન્મદિવસ નિમિત્તે જુનાગઢ પરિવાર દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. (૩૬-ર)
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
