તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ જયસુખભાઇ ભટ્ટનો જન્મદિવસ

રાજકોટઃ શ્રી જયસુખભાઇ જે.ભટ્ટનો આજે જન્મદિન છે, તેઓ જીવનના ૮૫ વર્ષ પૂરા કરી ૮૬માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટ અને ગુજ.રાજ્ય નમીન વિકાસ નિગમ લિ.માં પ્રતિયુક્તી પર ફરજો બજવી, વય નિવૃતિ થયેલ છે. તેઓ એ રાજકોટ ડિવિઝનનાં પુર્વ ઉપપ્રમુખ તેમજ એગ્રી.ડીપા.માં અને પ્રતિનિયુક્તી પર નિગમનાં મહામંડળના રાજકોટ વિભાગમાં પૂર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપેલી છે. બ્રહ્મસમાજ નથુ તુલસી ઔદિત્ય સમાજનાં અગ્રણ્ય કાર્યકર, પૂર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે અને શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટનાં઼ સને ૧૯૭૯માં પાયાના ટ્રસ્ટી અને હાલ અધ્યક્ષ તરીકે સેવા આપે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા નિરંતર શિક્ષણ કેન્દ્ર, સાયન્સ કોલેજ રાજકોટમાં ‘‘વેદાંત અને આધ્યાત્મિક વારસો''ના તેમજ બીજો કોર્ષ ‘‘પુજા વિધિ અને કર્મકાંડ''ના અભ્યાસક્રમોમાં બંને વર્ગોમાં સિનિયર પાઠી તરીકે કુલપતિશ્રી જોશીપુરા તેમજ ઉપકુલપતિકલ્પકભાઇ ત્રિવેદી દ્વારા સન્માનિત થયેલા છે. હાલ તેઓ શ્રી રાજકોટ તાલુકા પેન્સન સમાજના પૂર્વ કારોબારી સભ્ય તરીકે તેમજ ખેતીવાડી ખાતાના પેન્સર એસો.
રાજકોટના પુર્વે કાર્યકારી મંડળમાં સેવા આપેલ છે. (મો.૦૨૮૧ ૨૫૮૧૨૮૨, ૬૩૫૫૪ ૫૩૦૮૯)
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
