<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

આઇ.એ.એસ. કેડરના નિવૃત્ત અધિકારી મહેશ જોષીનો જન્‍મદિન

 

રાજકોટ, પોરબંદર, વલસાડના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાતના વહીવટી ક્ષેત્રે નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠાથી દાયકાઓ સુધી સેવા આપનાર આઇ. એ. એસ. કેડરના નિવૃત્ત અધિકારી શ્રી મહેશ જોષીનો જન્‍મ તા. ૧૦ ફેબ્રુઆરી ૧૯પ૩ ના દિવસે થયેલ. આજે ૭૩ માં વર્ષના માર્ગે કદમ માંડયા છે. તેઓ રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર, પોરબંદર અને વલસાડમાં કલેકટર, રાજયપાલના સચિવ, રાજયમાં જમીન દફતર નિયામક, સેટલમેન્‍ટ કમિશનર, નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડીરેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. નિવૃત્તિ પછી રાજય ચૂંટણી પંચમાં સેવા આપી હતી.

મો. ૯૯૭૮૪ ૦પ૩ર૪ ગાંધીનગર

(12:29 PM IST)