News of Monday, 10th February 2025
જાહેર જીવનમાં જુના અને જાણીતા જયંતીભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ : મુળ લોધીકા તાલુકાના વતની અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર યુવા વયથી રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા સેવાભાવી માનવતાવાદી ધર્મપરાયણ ગીત-સંગીતમાં વિશેષ રૂચિ ધરાવતા જયંતીભાઇ પટેલનો આજે જન્મદિન છે.ઉપલા કાંઠા વિસ્તારમાં ભારત ઇલેકટ્રોનિકસના નામથી વ્યવસાય કરતા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી તરીકે કાર્યરત શ્રી જયંતીભાઇ પટેલને વર્ષગાંઠની અગણિત મંગલ શુભકામનાઓ મળી રહી છે. તેમણે આજે ૧૦ ફેબ્રુઆરીએ પાંસઠમાં વર્ષમાં (જન્મ ૧૯૬૧) પ્રવેશ કર્યો છે. મો. ૯૮ર૪ર ૯ર૩૦૩ રાજકોટ
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
