<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

ગીર-સોમનાથ પૂર્વ અને સુરત ગ્રામ્‍ય જિલ્લા પોલીસવડા હિતેશ જોસરનો કાલે જન્‍મદિન

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧પ :.. ગીર સોમનાથ જીલ્લાના પૂર્વ અને હાલ સુરત ગ્રામ્‍ય જીલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરનો કાલે ૧૬ ફેબ્રુઆરીએ જન્‍મ દિવસ છે. કચ્‍છના માંડવી તાલુકાના નલીયા ગામે તા. ૧૬-ર-૮૪ ના રોજ જન્‍મેલા તેઓએ માંડવી-ભૂજ અભ્‍યાસ કર્યો સીવીલ સર્વીસ  સ્‍પીયામાં પણ અભ્‍યાસ કર્યો, ર૦૦૬ માં એલઆઇસી અધિકારી અને ર૦૦૮ થી ૧૧ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયા અધિકારી અને ર૦૧૧ માં આઇપીએસ અધિકારી તરીકે પસંદ થયા.

મસુરી-હૈદ્રાબાદ ટ્રેનીંગ લઇ જામનગર ખાતે પ્રથમ પ્રોબેશનલ અધિકારી નિમાયા જીલ્લા પોલીસવડા તરીકેનું પ્રથમ પોસ્‍ટીંગ એ. એસ. પી. તરીકે અંકલેશ્વર અને વડોદરા ડીસીપી બન્‍યા. ર૦૧૬ માં ગીર-સોમનાથ જીલ્લામાં યશસ્‍વી કામગીરી હાલ સુરત ગ્રામ્‍ય એસ. પી. તરીકે કાર્યરત. સુરત ખાતે ૩૪૦ કરોડની નકલી નોટોના આરોપીઓ અને ૮ર કરોડની કેમીકલ ચોરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારની બેંકમાં મોટી રકમની ચોરી સહિતના ગુન્‍હેગારોને પકડી યશસ્‍વી કામગીરી બજાવી છે. (મો. ૯૯૭૮૪ ૦પ૦૮ર)

(11:59 AM IST)