News of Monday, 17th February 2025
નોટરી બી.એસ.જાડેજાનો જન્મદિવસ
કાલે મહાકુંભમાં સ્નાન કરી જન્મદિવસ ઉજવશે એડવોકેટ-નોટરી બી.એસ.જાડેજા

રાજકોટઃ રાજકોટ બાર એસો.ના સભ્ય, યુવા એડવોકેટ અને નોટરી બી.એસ.જાડેજાનો આવતીકાલે તા.૧૮ના રોજ જન્મદિવસ છે. તેઓ મુળ જામનગરના વાડીનાર (ભીમરાણા)ના વતની છે. શ્રી જાડેજા રાજકોટમાં રહી છેલ્લા ૧૭ વર્ષથી રેવન્યુ ક્ષેત્રે, એડવોકેટ તરીકે પ્રેકટીસ કરી રહયાં છે. તેઓને ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ નોટરી-મેજીસ્ટ્રેટ તરીકેની નિમણુંક અપાઇ છે. તેઓ આવતીકાલે પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી જન્મદિવસના શુભ દિવસની શરૂઆત કરશે. તેમના જન્મદિવસ નિમીતે મો.નં.૯૪ર૭ર ૬૮ર૦૮ ઉપર સગા, સબંધી, સ્નેહીજનો, સીનીયર જુનીયર વકીલ સાહેબો તથા મીત્રો તરફથી અગાઉથી જ શુભેચ્છાઓ વરસી રહેલ છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
