News of Monday, 17th February 2025
પોરબંદરના લોકપ્રિય ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાનો જન્મદિન

રાજકોટ : પોરબંદરના ભાજપના ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાનો જન્મ ૧૯પ૭ ના વર્ષની તા. ૧૭ ફેબ્રુઆરીએ થયેલ. આજે ૬૯ માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના વિપક્ષી નેતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, વગેરે પદ પર રહી ચૂકયા છે. તેમના પ્રવચનો પ્રભાવશાળી બની રહે છે. મીકેનિકલ એન્જિનિયરીંગની પદવી ધરાવે છે. વર્ષ ર૦ર૪ માં પેટા ચૂંટણીમાં પુનઃ ચૂંટાઇ આવ્યા છે. તેમની ૧.૧૭ લાખ જેટલી સરસાઇએ લોકપ્રિયતા સિધ્ધ કરી છે. મો. ૯૮રપ૦ ૧ર૭પપ ગાંધીનગર
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
