તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
એડવોકેટ અશ્વિન મહાલિયા અને પુત્ર ધ્રુવ મહાલીયાનો જન્મદિવસ

રાજકોટ, તા. ૨૪: રાજકોટ બાર એસોસીએશનના સભ્ય તેમજ ફોજદારી રેવન્યુ પ્રેકટીસ કરતા એડવોકેટ એન્ડ નોટરી શ્રી અશ્વિન મહાલિયા તથા તેમના પુત્ર ધ્રુવ અશ્વિન મહાલિયાનો આજે જન્મદિવસ છે.
અશ્વિન મહાલિયા રાજકોટમાં છેલ્લા ૧૭ વર્ષથી વકીલાતનાં વ્યવસાય સાથે જોડાયેલ છે. તેમજ તેઓ છેલ્લા ૧૨ વર્ષથી નોટરી તરીકે પણ સેવા આપી રહ્યા છે તેઓ વકિલાત ઉપરાંત રાજકીય તથા સામાજિક સંગઠનો સાથે જોડાયેલા છે, તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાયકર છે, તેઓ ભારતીય જનતા પાર્ટીનાં બી.જે.પી. લીગલ સેલમાં શહેર કારોબારી તેમજ રાજકોટ શહેરનાં વોર્ડ નં.૪માં બુથ વાલી તરીકે સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત તેઓએ રાજકોટ શહેર તકેદારી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે, તેમજ તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પછાત વર્ગ કર્મચારી મેંડળના લીગલ એડવાઈઝર તરીકે પણ સેવા આપે છે. અશ્વિન મહાલિયા મિલનસાર સ્વભાવ ધરાવતાં હોવાથી જુનિયર- સીનીયર વકીલશ્રીઓમાં તેમજ મિત્રવર્તુળમાં ખુબ જ લોકપ્રિય છે, જેથી તેઓનાં તેમજ તેમના પુત્ર ‘ધ્રુવ મહાલિયા’નાં જન્મદિવસ નિમિતે જુનિયર-સિનિયર વકીલશ્રીઓ તેમજ મિત્રવર્તુળ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ મો.નં.૯૯૭૯૬ ૦૦૭૮૭ ઉપર પાઠવી રહ્યા છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
