<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

ઉતમથી સર્વોતમ તરફના શ્રેષ્‍ઠ સારથિ બ્રિજેશ મેરજાઃ હેપ્‍પી બર્થ ડે

જો જીવન કી ધૂલ ચાટકર બડા હુઆ હૈ, તૂફાનોમે લડકર ફીર ખડા હુઆ હૈ

રાજકોટઃસિધ્‍ધાતોમાં સમતોલ, પ્રસ્‍તૃતિમાં પારંગત, આચરણમાં અદેકરા અભ્‍યાસમાં અસાધારણ અને સેવામાં શિરમોર જુના અને જાણીતા શ્રેષ્‍ઠી શ્રી બ્રિજેશ મેરજા માટે આજે અન્‍ય દિવસોથી અનોખો દિવસ છે. તેમનો જન્‍મ તા. ૧ માર્ચ ૧૯પ૮ ના રોજ થયેલ.  આજે જાજરમાન જીવનના ૬૮ માં વર્ષની ડોરબેલ ગાડી છે.

મુળ મોરબીના ચમનપરના વતની કડવા પાટીદાર રત્‍ન શ્રી બ્રિજેશ મેરજા રાજયના ૧ર મંત્રીઓના પી.એ કે પી.એસ. તરીકે રહેવાનું માન ધરાવે છે. તેઓ મોરબીના ધારાસભ્‍ય તેમજ રાજયના પંચાયત અને શ્રમ રોજગાર મંત્રી તરીકે કામગીરી કરી ચૂકયા છે. તેમનો જનસંપર્ક અવિરત રહયો છે ભાજપ દ્વારા તેમને પ્રસંગોપાત જુદી જુદી જવાબદારી સોપવામાં આવતી રહે છે. મચ્‍છુના વહેતા પાણી જોતા-જોતા રાજકીય રીતે ‘પાણીદાર' થઇ ગયા છે. સારા દેખાવા કરતા, સારા રહેવાનો તેમનો પ્રયાસ હોય છે. ધૂળેટીએ રંગ લગાડતા અને વગર ધૂળેટીએ ‘રંગ' બદલતા લોકોને ઓળખી શકે છે. ઉત્તમથી સર્વોતમ તરફના સેવાના સારથિ શ્રી બ્રિજેશ મેરજા પર આજે શુભેચ્‍છા વરસી રહી છે. મો. ૯૮૭૯પ ર૩૦૭૯ ગાંધીનગર

(11:21 AM IST)