<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

જાહેર જીવનમાં ચમકતા ઘનશ્યામ હેરભાનો સ્વર્ણિમ જયંતિ વર્ષમાં પ્રવેશ

જહાં ઘનશ્યામ હેરભા કે કદમ પડે વહા ફુલો કી બરસાત હો જન્મદિનની હાર્દિક શુભકામના

રાજકોટ તા.૧: નાણાંકીય વર્ષના અંતીમ મહીનો પરંતુ મહત્વના નાણાકીય મહીનાના પ્રથમ દિવસે તા.૧ માર્ચ જાણીતા યુવા પ્રતિભા અને સૌના સ્વીકૃત ઘનશ્યામભાઇ મેરામભાઇ હેરમા આજે ૪૯ વર્ષ પુર્ણ કરી પ૦માં પ્રગતીશીલ જીવનમાં મંગલ પ્રવેશ કર્યો છે.

જસદણ તાલુકાના કડુકા ગામના ખમીરવંતા આહિર સમાજના અગ્રણી મેરામભાઇ હેરભાના સુપુત્ર ઘનશ્યામભાઇ હેરભાએ એમકોમ, એલએલબી અને પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. રિયલ એસ્ટેટ, ઔદ્યોગીક ક્ષેત્રે વ્યવસાય કરી ગગનચુંબી પ્રતિષ્ઠા મેળવી છે.

ઘનશ્યામભાઇ હેરભા અનેક સામાજીક અને શૈક્ષણીક સંસ્થાઓ સાથે આત્મિય નાતો ધરાવે છે. સૌરાષ્ટ્રની ઐતહાસીક શિક્ષણધામ પી.ડી.માલવીયા કોલેજના પ્રમુખ કે.ડી.પી.હોસ્પિટલ આટકોટના ટ્રસ્ટી, આહિર સમાજ ભવન દ્વારકાના ટ્રસ્ટી, અમદાવાદ આહીર કન્યા છાત્રાલયના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. રાજકોટ સૌરાષ્ટ્ર જ નહી દેશ-વિદેશમાં પણ ઘનશ્યામભાઇ હેરભા તેની વ્યવસાય અને પ્રતિષ્ઠાની સૌરભ મહેકાવી છે.

વિશ્વસનીયતાનું પ્રતિક બનેલા ઘનશ્યામભાઇ હેરભા તેજ, તાકાત અને તરવરાટનો ત્રિવેણી સંગમરૂપ જીવન અનેક માટે પ્રેરણારૂપ બન્યુ છે. ધનશ્યામ હેરભાના જન્મદિવસે મો.૯૪ર૭પ પપપપપ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

 

(12:51 PM IST)