<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

સંઘના રંગે રંગાયેલા લોકસેવક વિનોદ પેઢડીયાનો જન્‍મદિન

રાજકોટ : શિશુ વયથી જ સંઘના સ્‍વયંસેવક, વિનોદભાઇ પેઢડીયાનો આજે તા. ૧ માર્ચના જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના પ૪ મા મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૪૦ વર્ષ થી વિવિધ મતદાન જાગૃતિ અભિયાન બેઠકોમાં  સક્રિય પણે રાષ્‍ટ્રીય વાદીના વિચારધારા હેઠળ  તેઓ સ્‍વદેશી જાગરણ, ભારત વિકાસ પરિષદ, ઉધ્‍ધોષ ક્રાંતિવીર સ્‍મૃતિ સંસ્‍થા, વીએચપી, બીજેપીમાં પ્રત્‍યેક્ષ પરોક્ષ રીતે વર્ષોથી કાર્યરત છે.

તેઓ વિજય કો.ઓપ. બેંકમાં ફરજ બજાવી રહ્યા છે. વિનોદભાઇના ધર્મપત્‍નિ નયનાબેન રાજકોટના મેયર તરીકે સેવા આપી રહ્યા છે.

આજે તેમના જન્‍મદિવસે રાજકીય, સામાજિક આગેવાનો, કાર્યકરો, શુભેચ્‍છકો, મિત્રો તથા પરિવારજનો દ્વારા મો.નં. ૯૪ર૬૮ ૪૪૦૭૪ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(3:13 PM IST)