<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

રાજકોટ પોલિસ કમીશ્નર બ્રિજેશકુમાર ઝાનો આજે જન્‍મ દિવસ

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા. ૩: રાજકોટના બાહોશ પોલિશ કમીશ્નર અને જુનાગઢ રેન્‍જના પૂર્વ આઇ.જી. બ્રિજેશકુમાર ઝાનો આજે સોમવારે જન્‍મ દિવસ છે.

ગત તા. ૩-૩-૧૯૭૩ ના જન્‍મેલા મુળ બિહારના વતની અને બીએસસી કેમીસ્‍ટ્રી અને એમ.એસ.સી. કેમેસ્‍ટ્રી સુધીનો અભ્‍યાસ કરી રાજય પોલિસ દળમાં જોડાઇ ૧૯૯૯ ની બેંચના અધિકારી મુખ્‍યમંત્રી સલામતી સ્‍કવોડ, એસ.પી. સુરત, બરોડા, અમદાવાદ ઝોન ડીસીપી, પ્‍લાનીંગ મોર્ડનાઇઝેશન બ્રાંચ હોમ-ગુજરાત ચેતકદળ કમાન્‍ડોવડા, જુનાગઢ રેન્‍જ ડી.આઇ.જી., ગોધરા રેન્‍જ આઇ.જી. સહિતના સ્‍થળોએ ફરજો બજાવી છે.

ર૦૦ર ના ગોધરા રમખાણ હોય કે વિરમગામ રમખાણ તે સમયે જીલ્લા પોલિસ વડા તરીકે અસરકારક કામગીરી બજાવી અને સુરત કાર્યકાળ દરમ્‍યાન પરપ્રાંતીય ગુન્‍હેગાર ટોળકી જબ્‍બે કરી જેલ હવાલે કરેલ.

અમદાવાદ બોમ્‍બ બ્‍લાસ્‍ટ આરોપીઓ તેમજ ગુમ થયેલા બાળકોને શોધવા સક્રિય કામગીરી બજાવી અને પ૦૦ થી પણ વધુ વોન્‍ટેડ આરોપીઓને ઝડપ્‍યા હતા.

સાથો સાથ કુદરતી આફતો વખતે પ્રજા પરત્‍વે માનવીય અભિગમ સાથે પોલિસ તંત્રના ગૌરવરૂપ કામગીરીઓ બજાવેલ છે.

તેમના જન્‍મદિને ઠેર ઠેરથી શુભેચ્‍છાઓનો વરસાદ થઇ રહયો છે.(૬.૩)

(10:34 AM IST)