News of Tuesday, 4th March 2025
જસદણના વતની અગ્રણી ઉદ્યોગપતિ જેન્તીભાઈ પરમારનો આજે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૪ :.. જસદણના વતની અને રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ જેન્તીભાઈ પરમારનો આજે જન્મદિવસ છે. જેન્તીભાઈ પરમાર આજે તેમની સફળ જીવન યાત્રાના ૭૭ વર્ષ પૂર્ણ કરીને ૭૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
જેન્તીભાઈ પરમાર જનસંઘ વખતના ભાજપના જુના કાર્યકર છે. ભૂતકાળમાં જસદણ નગર પંચાયતમાં પણ તેઓ ચૂંટાયા હતા. હાલમાં તેઓ ચોટીલાના શ્રી ચંડી ચામુંડા અતિથિગળહના પ્રમુખ છે આ ઉપરાંત રાજકોટમાં પરમાર મેટલ્સ પ્રાઇવેટ લિમિટેડના તેઓ ચેરમેન છે. રાજકોટ નાગરિક સહકારી બેંક ઉદ્યોગ નગર રાજકોટ શાખામાં જેન્તીભાઇ પરમાર વર્ષોથી સહ કન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે. જુદી જુદી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા જેન્તીભાઈ પરમારએ જસદણ શ્રીનાથજી હવેલીમાં પણ મોટી રકમનું ડોનેશન આપેલું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા, નખશીખ ૪રમાણિક, નિષ્ઠાવાન, સત્યપ્રિય, વતન પ્રેમી અને જસદણ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભામાશા તરીકે ઓળખાતા જેન્તીભાઈ પરમારના આજે જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૮૭૯૭૯૮૮૯૧ ઉપર જન્મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
