News of Tuesday, 4th March 2025
નાગરિક પુરવઠાના અગ્રસચિવ રમેશચંદ્ર મીનાનો જન્મદિન

રાજકોટ : સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટેશનના ભૂતપૂર્વ મહાનિયામકશ્રી રમેશચંદ્ર મીનાનો જન્મ તા. ૪ માર્ચ ૧૯૬૯ ના દિવસે થયેલ છે. તેઓ પ૭માં વર્ષમા પ્રવેશ્યા છે. મુળ રાજસ્થાનના વતની અને ૧૯૯૭ ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકાર છે.
શ્રી રમશેચંદ્ર મીના અગાઉ રાજકોટમાં તાલીમમાં હતા. ત્યારબાદ જામનગરમાં મદદનીશ કલેકટર, વડોદરામાં જિલ્લામાં વિકાસ અધિકારી, નવસારી જિલ્લા કલેકટર, આરોગ્ય વિભાગમાં સંયુકત સચિવ, આદિજાતિ વિકાસ વિભાગના કમિશનર અને સચિવ, યુવા સાંસ્કૃતિક વિભાગમાં સચિવ જમીન સુધારણ કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે. હાલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં અગ્રસચિવ છે. મો. ૯૯૭૮૪ ૦૭પ૩પ ગાંધીનગર.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
