<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

વિવિધ પ્રોજેકટના સફળ સુકાની, એનયુસીએફડીસીના ચેરમેન જયોતિન્‍દ્રભાઇ મહેતાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ અંબ્રેલા તરીકે ઓળખાતી સહકારી ક્ષેત્રની રાષ્‍ટ્રીય સંસ્‍થા-એનયુસીએફડીસી (નેશનલ અર્બન કો-ઓપરેટીવ ફાયનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન લિ.)ના ચેરમેન, શ્રી જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતાનો આજે, તા. ૬-માર્ચને ગુરૂવારે જન્‍મદિવસ છે.  જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા, પૂર્વ ચેરમેન-નાફકબ ઉપરાંત ચેરમેન-ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્‍સ ફેડરેશન, પૂર્વ ચેરમેન અને ડેલિગેટ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં કાર્યરત છે. આ ઉપરાંત તેઓએ પૂર્વ અધ્‍યક્ષ-સહકાર ભારતી (અખિલ ભારત)માં સફળતાપૂર્વક જવાબદારી નિભાવી છે.

તેઓમાં વિદ્યાર્થીકાળથી જ સેવાના ગુણ રહેલા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય યોગદાન આપેલું છે. મીસા વખતે દરેક કાર્યકર્તાને સરકારે જેલમાં પૂરેલા તેમાં જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતાનો પણ સમાવેશ થાય છે.

તેઓ ડિરેકટર તરીકે ૧૯૮૬માં રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જોડાયા અને લગભગ ૩૯ વર્ષની આ સફરમાં વિવિધ જવાબદારી નિભાવતાં-નિભાવતાં રાષ્‍ટ્રીય સ્‍તરે કાર્ય કરી રહેલ છે. મૂળ જામનગરના વતની, રાજકોટને કર્મભૂમિ બનાવનાર જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા, રાજકોટથી દિલ્‍હી જઈ રાષ્‍ટ્રીય સ્‍તરે સક્રિય યોગદાન આપે છે. તેઓ શહેરના પ્રથમ ચુંટાયેલા મેયર અરવિંદભાઈ મણીઆરના સાળા અને શ્રીમતી હંસિકાબેન મણીઆરના નાના ભાઈ છે.

જયોતિન્‍દ્ર ‘‘મામા''નું સહકારી ક્ષેત્રમાં આપેલું યોગદાન સિમાચિホ બનેલું છે. તેઓએ ઈ.સ.૨૦૦૯માં ગુજરાત ફેડરેશનના નેજા હેઠળ પી. જી. ટુ કે.જી.ના વિદ્યાર્થીઓને સરળ હપ્તે કોમ્‍પ્‍યુટર-લેપટોપ મળી રહે તે માટે ‘‘ફલડ આઈ.ટી,''અભિયાન કરેલું. ઈ.સ. ૨૦૧૩માં રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ચેરમેનપદે જવાબદારી નિભાવતાં, બેંકના ૬૦ વર્ષ પૂર્ણ થતાં, છેવાડાના માનવીને પણ બેંકિંગ સુવિધામાં જોડવા માટે, તેઓના બેંક ખાતા ખોલાવા માટે. બેંકમાં ૬૦ હજાર નવા ખાતા ખોલાવેલા.

આવી જ રીતે રાજકોટ નાગરિક સહકારી બેંકના અઢી લાખથી વધુ સભાસદોને રૂા. ૧ લાખના અકસ્‍માત વીમા સુરક્ષા કવચની ભેટ આપી હતી. કોરોનાકાળમાં વેપાર-ધંધા ઠપ્‍પ થયા હતા. નાના-નાના રોજગાર કરતાં અને રોજે-રોજેનાં કમાઈ ઘર પરિવાર ચલાવતાં વ્‍યવસાયીઓને પગભર કરતાં માટે, આત્‍મનિર્ભર ભારત અભિયાનને સાકાર કરવા, આત્‍મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો વિચાર કર્યો અને ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વિચાર-વિમર્શ કરી રૂા. ૧ લાખ અને રૂા. ૨.૫૦ લાખની લોન સરળતાથી અને નજીવા વ્‍યાજદરે મળી રહે તેવી યોજના તૈયાર કરી. આ અભિયાનની દેશભરમાં ખૂબ જ પ્રશંસા થયેલી છે.

હાલમાં તેઓ એનયુસીએફડીસી- સહકારી બેંકોનું એક અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન બને અને તે દ્વારા નાની-નાની સહકારી બેંકો સાથે મળીને કામ કરે, એક-બીજાની ટેકનોલોજીનો લાભ મેળવે અને તે થકી સહકારની ભાવના સાચા અર્થમાં સાકાર થયા તે માટે ઁઅર્બલા ઓર્ગેનાઈઝેશન માટે અથાગ જહેમત ઉઠાવે છે. તેમ શ્રી અલ્‍પેશ મહેતા (મીડીયા કો-ઓર્ડીનેટર, નાગરીક બેન્‍ક)ની યાદી જણાવે છે. મો. ૯૪૨૭૬ ૧૩૭૦૧.

(2:12 PM IST)