<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

નર્મદા જળસંપતિના અગ્રસચિવ શાહમીના હુસેનનો જન્‍મદિન

 

સુરેન્‍દ્રનગર અને સાંબરકાઠાના ભૂતપૂર્વ કલેકટર

રાજકોટ : રાજ્‍યના નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ શ્રીમતી શાહમીના હુસેનનો જન્‍મ ૧૯૭૨ના વર્ષની ૬ માર્ચે થયેલ આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યોં છે. રાજ્‍યમાં આદિજાતિ વિકાસ કમિશનર સાંબરકાંઠા અને સુરેન્‍દ્રનગરમાં કલેકટર, ગ્રીન રીવોલ્‍યુશન કંપની, વડોદરા એમ.ડી. વિકાસ નિગમમાં એમ. ડી. વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂક્‍યા છે. તેઓ મૂળ મધ્‍યપ્રદેશ વતની અને ૧૯૯૭ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.  મો. ૯૫૩૭૧ ૫૫૦૫૫ ગાંધીનગર.

(2:17 PM IST)