News of Saturday, 8th March 2025
વડોદરા મ્યુઝિયમનાં નિવૃત ડિરેકટર શૈલેશ ઘોડાનો આજે જન્મ દિન

રાજકોટઃ વડોદરા મ્યુઝિયમનાં નિવૃત કયુરેટર શૈલેષ ઘોડાનો આજે જન્મદિન છે. તેઓનો જન્મ ર૩ માર્ચ ૧૯પપ નાં રોજ જુનાગઢ ખાતે થયો હતો. તેઓ ૭૦ વર્ષ પુરા કરી જીવનનાં ૭૧ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ મૂળ જુનાગઢના હાલ વડોદરા ખાતે સ્થાયી છે. તેઓ જુનાગઢનાં દરબાર હોલ મ્યુઝિયમ તથા સકકરબાગ મ્યુઝિયમ ખાતે સેવા બજાવેલ. જૂનાગઢ જિલ્લા કલેકટરનાં નેજા હેઠળનાં ઇન્ટેક ચેપ્ટર તથા ઉપરકોટ વિકાસ સમિતિમાં તેમજ સંગ્રહાલય ખાતું, ગુજરાતનાં લાયઝન અધિકારી તરીકે બરોડા મ્યુઝિયમ ખાતે ઉપરાંત બરોડા મ્યુઝિયમનાં કયુરેટર તરીકે તથા વડનગર, શામળાજી, પાટણનાં મ્યુઝિયમનાં કયુરેટર તરીકે ચાર્જમાં રહી સેવાઓ આપી ૩૧ માર્ચ ર૦૧૩ નાં રોજ નિવૃત થયા હતા.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
