<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અ.ભા.બ્રાહ્મણ સેવા સંગઠનના માર્ગદર્શક માધવીબેન ઉપાઘ્‍યાયનો ૭૪ વર્ષમાં પ્રવેશ

 

રાજકોટઃ શહેરના ભાજપના મહિલા મોરચાના ભૂતપૂર્વ કોષાધ્‍યક્ષ અને વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલા શ્રીમતી માધવીબેન જે. ઉપાઘ્‍યાયનો આજે ૭૪મો જન્‍મદિવસ છે. તેઓ છેલ્લા ચાર દાયકાથી સમાજ સેવા અને રાજકીય ક્ષેત્રે કાર્યરત રહેલા છે. ગુજરાતી હાલારી સમવાયુ મોઢબ્રાહ્મણ મંડળના ભૂતપૂર્વ કારોબારી સભ્‍ય છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજની કારોબારી સમિતિના ૧૯૮૬ થી ૧૯૯૬ સુધી કાર્યરત રહેલા હતા. અખીલ ભારતીય બ્રહ્મસમાજ સેવા સંગઠનમાં માર્ગદર્શક તરીકે, ગુજરાત રાજયની મતદારોની સંખ્‍યાની દ્રષ્ટિએ મોટી ગ્રામ પંચાયત રૈયાના શિક્ષણ સમિતિના પૂર્વ સભ્‍ય, રાજકોટ પોલીસ કમિશ્‍નરશ્રી દ્વારા ‘પોલીસ મિત્ર' તરીકે તેમજ સમસ્‍ત બ્રહ્મસમાજના મહિલા પાંખના કન્‍વીનર તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. તેમના પરિવારજનો જે.ડી. ઉપાધ્‍યાય, શીતલબેન ત્રિવેદી, નિશાબેન પંડયા, બીનાબેન શુકલ, દિપાલીબેન હંજ, હિમાબેન ઉપાધ્‍યાય, કાર્યકર્તાઓ, બ્રહ્મસંસ્‍થાઓ તેમના મોબાઈલ નં. ૯૮૨૪૯ ૨૮૦૨૩ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહયા હોવાનું અ.ભા.બ્રાહ્મણ સેવા સંગઠનના રા.અધ્‍યક્ષશ્રી જે.ડી.ઉપાધ્‍યાય જણાવે છે.

(4:16 PM IST)