<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

જુનાગઢની ધાર્મિક, સામાજિક, જ્ઞાતિ, અને સહકારી સંસ્‍થાઓના વડા પ્રો. પી. બી. ઉનડકટનો કાલે જન્‍મ દિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :. જુનાગઢના ઝાંઝરડા રોડ સ્‍થિત જલારામ મંદિરના મુખ્‍ય દાતા અને આ ટ્રસ્‍ટના પાયોનિયર, તા. ૧૪-૩-૧૯૪૪ ના રોજ જન્‍મેલા એકાઉન્‍ટસીના નિવૃત્ત પ્રો. પી. બી. ઉનડકટનો કાલે જન્‍મદિન છે.

વિદેશો સુધી સુંદર સુગંધો પ્રસરાવી રહેલું જુનાગઢનું જલારામ ભકિતધામ ભારે આસ્‍થા અને શ્રધ્‍ધાનું કેન્‍દ્ર છે. ડો. તૃપ્તિ ઉનડકટ મેમોરિયલ ટ્રસ્‍ટના પ્રમુખ પદેથી સામાજિક કલ્‍યાણની સેવાઓ કરે છે. લોહાણા સમાજમાં આદરણિયા અગ્રણ્‍ય સ્‍થાન અને માન ધરાવતાં તેઓ ૪૦ વર્ષથી બોર્ડીંગના સેક્રેટરી તરીકે સુંદર સેવાઓ આપે છે. માધવ કેડીટ કો. સોસા.ના ચેરમેન પદે શ્રેષ્‍ઠ કામગીરી બજાવે છે.

અખિલ ગુજરાત લોહાણા સમાજની કારીબારીએ હાઇકમાંડનું સ્‍થાન તેમને આપ્‍યું છે. તાજેતરમાં વિશ્વ લોહાણા મહાપરિષદના આંતર રાષ્‍ટ્રિય અધિવેશનમાં તેમને ‘શ્રેષ્‍ઠ રઘુવંશી વરિષ્‍ઠ નાગરિક એવોર્ડ' આપીને સન્‍માનિત કર્યા હતાં. શિક્ષણ, સેવા અને સંબંધોના સમન્‍વય દ્વારા જીવન ઉજાગર... કરનાર પ્રોફેસર પી. બી. ઉનડકટને મો. ૯૮૭૯પ ૩૦પ૮૩ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(12:05 PM IST)