<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

બ્રહ્મસમાજના મજાના અને મોટા ગજાના જગદીશભાઇ ત્રિવેદી (જે.પી.)નો જન્‍મદિવસ

જે.પી.ને સંગ, હંમેશા ખુશીઓને રંગ

રાજકોટઃ ઓમ માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટનાં સ્‍થાપક તથા પૂર્વ પ્રમુખ, ઔદીચ્‍ય ઝાલાવડ બ્રહ્મસમાજનાં ટ્રેઝરર તથા પૂર્વ પ્રમુખ, બ્રહ્મદીપનાં વ્‍યવસ્‍થાપક તથા બ્રહ્મસમાજના બ્રહ્મસમાજનાં અગ્રણી અને જૈફવયે પણ યુવાનોને શરમાવે તેવા સ્‍ફૂર્તિલા સમાજના કાર્યો માટે સદાય સમર્પિત એવા જગદીશભાઈ ત્રિવેદી (જે.પી.)નો આજે તા.૧૫ માર્ચનાં રોજ ૮૫ વર્ષ પૂર્ણ કરી ૮૬ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જીવનને હંમેશા સત્‍કાર્યો તથા સમાજનાં દરેક નાના મોટા કાર્યો માટે સમર્પિત કરેલ છે. જે.પી.નાં બન્ને પુત્રો મનીષ એડનાં નિલેષભાઈ અને પત્રકાર મનીષભાઈ પણ પિતાશ્રીની રાહ ઉપર સમાજ સેવા કરી રહ્યા છે. તેમના જન્‍મદિને ૯૪૨૬૬ ૩૦૩૨૩ ઉપર  શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(1:44 PM IST)