<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ગાંધીનગર માહિતી નિયામકશ્રી કે.એલ.બચાણીનો જન્‍મ દિવસ

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.,૧૯ :ગાંધીનગર સ્‍થિત ગુજરાત સરકારના માહિતી વિભાગના મોભી, માહિતી નિયામકશ્રી કે.એલ.બચાણીનો આજે જન્‍મ દિવસ છે ત્‍યારે સાર્વત્રિક શુભેચ્‍છા-અભિનંદન વર્ષા થઈ રહી છે.

શ્રી કે. એલ. બચાણીએ ગાંધીનગર ખાતે માહિતી નિયામક તરીકે લગભગ એક વર્ષથી વધુ સમયથી પદભાર સંભાળ્‍યો છે. શ્રી બચાણી ૨૦૧૦ની બેચના આઇ.એ.એસ. ઓફિસર છે. આ પહેલા તેઓ જિલ્લા કલેકટર, ખેડા તરીકે કાર્યરત હતા.

હંમેશા કામના નિકાલ નહીં પરંતુ ઉકેલની વળત્તિમાં માનનાર બચાણી પ્રમાણિકતા, સમય પ્રતિબદ્ધતા, અરજદારના પ્રશ્રોને કુનેહ પૂર્વક નિકાલ કરવાની કળા, તાબાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પાસેથી કામ લેવાની આગવી શૈલી જેવા વિવિધ ગુણોના કારણોસર કર્મચારીગણ તેમજ સેવા આપેલ જિલ્લાની પ્રજાના દિલમાં વિશિષ્ટ માન-સન્‍માન ધરાવે છે.તેઓની સરકારી સેવા દરમિયાન કોવિડ-૧૯ મહામારી સમયગાળામાં ઓક્‍સિજન પ્‍લાન્‍ટની સવલત સહિત કરેલી વિવિધ કામગીરી તેમજ કલેકટર તરીકેની સેવામાં વિવિધ લાયઝન/પરવાનામાં દાખવેલ આદર્શ પધ્‍ધતિ, વહીવટમાં પારદર્શિતા, જાહેર સ્‍થળોએ ઉપાડેલ સફાઈ ઝુંબેશ, જાહેર માર્ગોમાં ગુણવત્તા માટે અપનાવેલ અભિયાન, શહેરી વિસ્‍તારના વિવિધ આવાસના કામોની ફાળવણી જેવા માળખાકીય વિકાસના કામો સહિત અનેકવિધ વિશિષ્ટ અને પ્રજાલક્ષી કામોને કારણે વિવિધ જિલ્લાના નાગરિકો આજે પણ તેઓને અને તેમના કામોને યાદ કરે છે. હાલ તેઓ ગુજરાત રાજ્‍યના માહિતી નિયામક તરીકે શ્રેષ્ઠ કામગીરી નિભાવી રહ્યા છે. અખબારો-પત્રકારો અને કર્મચારીગણ સહિત સૌ શ્રીબચાણીને જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(1:28 PM IST)