<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

યોગેશભાઇ શાહનો કાલે જન્‍મદિવસ

જૈન અગ્રણી, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં

રાજકોટ તા.૧૯: સ્‍વતંત્ર સેનાની, જીવદયાનાં પ્રખર હિમાયતી સ્‍વ. રતિલાલ એ. શાહનાં સુપુત્ર યોગેશભાઈ શાહનો કાલે જન્‍મદિવસ છે. તેઓ હાલ ઘી કાંટા રોડ ઉપર વ્‍યવસાય કરે છે, તેઓ છેલ્લા ૪પ-૪૭ વર્ષથી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ સાથે જોડાયેલ છે.  જેમ મોરનાં ઈંડાને ચીતરવા ના પડે તેમ, તેમનાં પિતાશ્રીનાં જીવદયાનાં સંસ્‍કાર યોગેશભાઈની રંગેરંગમાં આવેલ છે.  તેઓ પોતાના જીવનાં જોખમે, અનેક જીવોને કતલખાને જતા બચાવે છે અને તેને અભયદાન અપાવે છે અને પાંજરાપોળમાં નિઃસ્‍વાર્થ ભાવે સેવા આપી રહેલ છે.

આ ઉપરાંત રાજકોટ સ્‍થાનકવાસી જૈન મોટા સંઘમાં નગીનભાઈ વિરાણી સાથે વર્ષો સુધી હોદા પર રહેલ. હાલમાં સ્‍વધર્મી બંધુ રાહત સમિતિમાં તેમજ ઋષભદેવ સ્‍થાનકવાસી જૈન સંઘમાં માનદ સેવા અને સ્‍વસ્‍તીક કો.ઓ.હા.સો.માં પણ સેવા આપી રહેલ છે.

રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં શ્રેયસભાઈ વિરાણી, સુમનભાઈ કામદાર, પંકજભાઈ કોઠારી, મુકેશભાઈ બાટવીયા, કરણભાઈ શાહ, બકુલેશભાઈ રૂપાણી, સંજયભાઈ મહેતા, દીલીપભાઈ વસા તથા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં સ્‍ટાફે તેમજ મિત્રવર્તુળ તરફથી યોગેશભાઈ શાહને (મો.૮૯૦૫૧ ૦૩૫૧૦) ઉપર અગાઉથી શુભેચ્‍છા વરસી રહેલ છે.

(3:11 PM IST)