<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

ધારાશાસ્ત્રી સી.એચ. પટેલનો જન્‍મદિવસ

એડવોકેટ એન્‍ડ નોટરી સી.એચ. પટેલનો આજે જન્‍મદિવસ છે. સી.એચ. પટેલ મૂળ પડધરીના   ઈશ્વરીયા ગામના વતની છે અને હાલ રાજકોટને કર્મભૂમિ બનાવી વર્ષ ૨૦૦૦થી વકીલાતની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૨૦માં ભારત સરકાર દ્વારા પબ્‍લિક નોટરી તરીકે નિમણૂક થયા હતા. જેવો વર્ષ ૨૦૧૧ થી વર્ષ ૨૦૧૫ દરમિયાન રેવન્‍યુ બાર.એસો.માં કારોબારી સભ્‍ય, વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન ઉપપ્રમુખ અને વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ પ્રમુખ પદે સેવા આપી છે. જે સમયગાળામાં જુનિયર વકીલોના પ્રશ્નોનું તત્‍કાલ નિરાકરણ લાવતા  જુનિયર વકીલોએ સી.એચ. પટેલને ૧૦૮ નું બિરુદ આપ્‍યું છે. ઉપરાંત રાજકોટ બાર એસોસિએશનમાં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપેલ છે. ભારતીય જનતા પાર્ટી લીગલ સેલમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪માં સહસયોજક તરીકે ફરજ બજાવેલ છે તેઓ રાજકોટના જશવંતપુર ખાતે નિર્માણધિન ઉમિયા માતાજી મંદિર સંસ્‍થામાં ટ્રસ્‍ટી છે તેઓના નિડર મિલન સ્‍વભાવના કારણે રાજકોટ બાર એસોસિએશનના વકીલોમાં ખૂબ મોટી લોક ચાહના ધરાવે છે અને ભાજપના સક્રિય કાર્યકર છે. આવનારી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલુ કરેલ છે જેમાં ગુજરાતના ઘણી મોટી સંખ્‍યામાં વકીલોએ સી.એચ. પટેલ તરફે ટેકો જાહેર કરેલ છે આ જોતા લાગે છે કે આવનારી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સી.એસ. પટેલનો દબદબો યથાવત રહેશે. તેઓના જન્‍મ દિવસે મિત્રો વર્તુળ સગા સબંધીઓ, નેતાઓ અને વકીલો દ્વારા તેમના મો. ૯૪૨૮૦ ૦૪૪૫૬ પર શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.(૬.૧૮)

 

(2:33 PM IST)