News of Monday, 24th March 2025
રાજકોટના યુવા એડવોકેટ અને નોટરી પીયુષ ડી. ઝાલાનો આજે જન્મદિવસ

રાજકોટ તા.૨૪: રાજકોટના યુવા એડવોકેટ શ્રી પીયુષ ડી. ઝાલા એ રાજકોટ ખાતે વર્ષ-૨૦૧૧ થી એડવોકેટ તરીકે વકીલાત શરૂઆત કરેલી તેમજ હાલમાં ભારત સરકારશ્રી તરફથી તેઓની નોટરી તરીકેની નિમણૂંક થયેલી છે અને તેઓએ પોતાના સારા-સ્વભાવથી વકીલમિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ સીવીલ તથા ક્રિમીનલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે ખાસ કરીને પોતાના મોચી સમાજમાં એક સારા યુવાન એડવોકેટ તરીકે ખુબજ ટુકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે તેમજ રાજકોટની યશરાજ ક્રેડીટ કો-ઓપ. માં પેનેલ એડવોકેટ તરીકે નીમાયેલ છે અને રાજકોટ બાર એસોસીએશન ના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવળો સ્વભાવના કારણે બોહળો મિત્ર વર્ગ ધરાવે છે.
તેઓ લોયર્સ સ્પોટસ ફાઉન્ડેશન નામની વકિલોની સંસ્થામાં કારોબારી સભ્ય તરીકે સેવા આપે છે તેમજ વોઈસ ઓફ લોયર્સ નામની સંસ્થામાં પણ સભ્ય તરીકે જોડાયેલા છે. તેઓએ એડવોકેટશ્રી હરેશ બી. પરસોંડા તથા શેલેષ બી. પરસોંડા સાથે વકીલાતની શરૂઆત કરેલી. આમ તેઓના મળતાવળા સ્વભાવના કારણે વકિલ મિત્રોમાં ખુબજ સારી ચાહના ધરાવે છે. આજ રોજ તેમના જન્મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઈલ નં. ૯૨૨૮૮૯૭૪૩૯ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
