<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

બ્રહમાંડ ફાઉન્‍ડેશનના પ્રેસીડેન્‍ટ ડેનીસ આડેસરાનો આજે જન્‍મ દિવસ

રાજકોટઃ બ્રહમાંડ ફાઉન્‍ડેશનના પ્રેસીડન્‍ટ, અન્‍નપૂર્ણા ગ્રુપના સ્‍થાપક ડેનીસ આડેસરાનો આજે ૪૩ મો જન્‍મદિન છે. વ્‍યવસાયે અભિષેક જવેલર્સ, શ્રીયા રીઆલ્‍ટીના નામે બીઝનેસ કરતા ડેનીસભાઇ સને ર૦૧૪ માં પરિવહન મંત્રી  શ્રી નિતીન ગડકરીજીને રૂબરૂ મળી ને ભારતનાં ડ્રાઇવી઼ગ લાઇસન્‍સમાં ઓર્ગન ડોનરની કોલમ ઉમેરાવેલ. જેનાથી ર૦ર૧ સુધીમાં રેકોર્ડ બ્રેક ૭.૬૮ કરોડ ભારતીઓએ અંગદાનનો સંકલ્‍પ લીધો. કોવીડની પ્રથમ લહેરમાં સેવા કાર્યો કરેલ. સને ર૦૧ર માં નિકાસ પોલીસી અંતર્ગત આધુનિક કતલખાના ખોલવાની ૧પ કરોડ રૂપિયાની સબસીડી ર૦ સાંસદ અને પીટીશન કમિટીના ચેરમેન ભગતસિંહ કોશિયારીને મળી અને બંધ કરાવવામાં નિમીત બન્‍યા, ર૦૧૮ માં નવી શિક્ષણ નીતિ અંતર્ગત અને સી.ઇ.આર.ટી.માંથી વાંધારૂપ તથ્‍યો કાઢવાનો રીપોર્ટ માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલને આપેલ,સને-ર૦૧૭ થી વિશ્વિની સૌથી મોટી લાયબ્રેરી ‘તક્ષશીલા' રાજકોટ પાસે બનાવવાનું સ્‍વપ્‍ન તથા પ્રયાસો જેમાંરામભાઉ મહાલ્‍ગી પ્રબોધિની જેવી નેતૃત્‍વ પ્રદાન કરનાર સંસ્‍થા પણહોય, ર૦૧૬ માં પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને ગુજરાતની સીવીલ હોસ્‍પિટલમાં     ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટ શરૂ કરવા રજૂઆત કરેલ, જેની ફલશ્રુતિ ૯ સરકારી હોસ્‍પિટલમાં મંજુરી અપાયેલ ડેનીસ આડેસરાના જન્‍મદિન નિમીતે તેમને (મો.૭૬૦૦૫ ૦૫૦૫૦) શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.  (૩૬-પ)  

(2:46 PM IST)