News of Saturday, 29th March 2025
લોકગાયક પ્રફુલ દવેનો કાલે જન્મદિન

(મનીષ દવે) ભાવનગરઃ ચીતલ (અમરેલી)ના લોકગાયકનું મુંબઇમાં રેકોર્ડીગ હતું. પ્રફુલભાઇ દવે સાથે ઉષા મંગેશકર સહ ગાયીકા હતા. પ્રફુલભાઇ ગાતા હતા ત્યારે ઓચીંતાના લતા મંગેશકર આવી પહોંચ્યા. રેકોર્ડીગ પુર્ણ થયા બાદ લતાજી બોલી ઉઠયા વાહ વાહ લતા દીદી કહે આ ગુજરાતી એટલું સરસ ગાય છે કે બીરદાવવા શબ્દો નથી. ગાયનના આનંદની લ્હાણી કરાવનાર ગુજરાતી ચલચીત્રોના પાર્શ્વગાયક પ્રફુલભાઇ દવેનો આવતીકાલે રવિવાર તા.૩૦ માર્ચના જન્મદિન છે. તેઓને કલા સાધના એકલવ્ય જેવી રહી છે. તેમણે પ્રથમ વખત ગુજરાતી ચિત્રપટ લાખો ફુલાણીમાં મણીયારે, અને ચુંદડીનો રંગમાં મારૂ વનરાવન છે રૂડુ ગાયું હતું.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
